ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” : 05-04-2022
ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર “આઝાદી ગૌરવ યાત્રા” અંગે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આપણે જે સ્વતંત્રતા માણી રહ્યાં છીએ તે આપણને અપાવવા માટે અસંખ્ય ભારતીયોએ પોતાના જાનની કુરબાની આપી છે. આપણે લોકશાહીના પાયા નાખનારનું સન્માન કરવું જોઈએ. વર્ષ 1885માં અંગ્રેજોની અન્યાયી નીતિઓનો મુકાબલો કરવા માટે તમામ જ્ઞાતિઓ, ભાષાઓ, ધર્મો અને પ્રદેશોના લોકોને સંગઠિત કરવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો