ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે : 29-05-2019
- રાજ્યની ૭૫ નગરપાલિકા પાસેથી નર્મદાના પાણી પેટે ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ સરદાર સરોવરને ચુકવવાની બાકી
- ભાજપ સરકારના મળતિયાઓ-આશીર્વાદથી ૧૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા છે
- ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે
ભાજપ સરકારના દેવાળિયા વહીવટને કારણે નર્મદાના પાણીના કરોડો રૂપિયાના પાણી બીલ વસુલાત પેટે બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકાના ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ પાણી પેટે વસુલાત બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકમાં એક તરફ નાગરીકો પાસેથી પાણી વેરો વસુલે છે. બીજી બાજુ કરોડો રૂપિયા નર્મદા નિગમમાં બાકી બોલે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો