ભાજપ સરકાર દ્વારા લોકશાહીના હનનનું કૃત્ય અત્યંત ચિંતાજનક

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે દેશને આઝાદી અપાવવા અને અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે ગાંધી અને સરદારે નેતૃત્વ કર્યું હતું. આવા ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા જે પ્રકારે લોકશાહીનું હનન થઈ રહ્યું છે એ સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે. ચૂંટણીમાં પરાજય નિશ્ચિત જણાતા ભાજપની રાજ્ય સરકારે મતદારોના મતાધિકાર છીનવી લેવાનું હિનપ્રકારનું કૃત્ય કર્યું છે. આવી સ્વાર્થી, ભ્રષ્ટાચારી અને અહંકારી સરકારે હજારો મતદારોને મતદાનથી વંચિત રાખી લોકશાહી પ્રક્રિયા પર જ ઘા કર્યો છે.

પ્રદેશ ઉપપ્રમુખ મૌલીન વૈષ્ણવે જણાવ્યું હતું કે છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે ભાજપ નહીં, પણ ચૂંટણી પંચ લડતું હોય એવી સ્થિતિ જોવા મળી છે. ભાજપ વતી ચૂંટણી પંચ ચૂંટણી લડી રહ્યું છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3180438