ભાજપ સરકાર દ્વારા આજરોજ જમીન ટોચ મર્યાદા ધારામાં અંગે નિર્ણય તે માત્રને માત્ર સામાન્ય-મધ્યમ વર્ગને ‘ઘરનું ઘર’ : 07-12-2016
- રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર દબાણ, સરકારી જમીન પચાવી પાડવી સહિતની બાબતો દ્વારા ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર-ધનસંગ્રહ યોજના અંગે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર પાડે.
ભાજપ શાસનમાં વર્ષ ૨૦૧૨ માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય-મધ્યમ વર્ગ માટે ૫૦ લાખ મકાનો આપવાની જાહેરાત કરી હતી. ચાર વર્ષ વીતી ગયા છતાં માત્ર ૧૦,૦૦૦ મકાનો બન્યા છે અને તે પણ સામાન્ય-ગરીબ વર્ગને પરવડે તેમ નથી. સામાન્ય-મધ્યમ વર્ગનું નામ આગળ કરીને ભૂમાફિયા-જમીન દલાલો અને મળતીયા બિલ્ડરોને લાભાર્થે સતત જમીન અને બાંધકામ માટેના નિયમોમાં ફેરફાર કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગ છે. ભાજપ સરકાર દ્વારા આજરોજ જમીન ટોચ મર્યાદા ધારામાં અંગે નિર્ણય તે માત્રને માત્ર સામાન્ય-મધ્યમ વર્ગને ‘ઘરનું ઘર’ આપવાના વચનની નિષ્ફળતા છુપાવવા માટેનું એકરારનામું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો