ભાજપ સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા હંમેશાની જેમ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે : 21-08-2015

ગુજરાતના યુવાનો-યુવતીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ અને રોજગારી આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર છેલ્લા બે મહિનામાં ચાલી રહેલા વિવિધ સમૂહો દ્વારા ચાલતા આંદોલનથી બેબાકળી બની ગઈ હોવાથી કોંગ્રેસ પક્ષ પર સરકારના પ્રવક્તા અને ભાજપ આક્ષેપ કરી રહી છે. ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતમાં સત્તા સંભાળી રહેલ ભાજપ સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા હંમેશાની જેમ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note