ભાજપ સરકાર ખેડૂતોના હિતોની સંપૂર્ણ અવગણના કરી રહી છે

ચુંટણી પહેલા જય જવાન જય કિસાન ના નારા અને ખેડૂતો, ખેતી, ખેત પેદાશો માટે બુમો પડી સત્તા મેળવ્યા બાદ ભાજપ સરકાર ખેડૂતોના હિતોની સંપૂર્ણ અવગણના કરી રહી છે. પરિણામે ખેડૂતો બેહાલ છે અને ખેતી પાયમાલ થઈ રહી છે. ત્યારે ખેડૂતોના હિતમાં ઓનલાઈન પાક-વિમાની અરજીઓને કારણે પડતી તકલીફો, પાક-વિમાની ચુકવણી માટેની પધ્ધતિ, પાક દીઠ પ્રીમીયમના દરની વિસ્તૃત વિગતો સાથે ખેડૂતોને તેમના હક્ક અધિકાર મળે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૮ લાખ ખેડૂતોનો નોંધાયેલ છે. પાક-વીમા માટે ઓનલાઈન ૨૦૧૪ માં ૬,૫૯,૧૨૧ ખેડૂતો અને ૨૦૧૫માં ૯,૧૮,૩૮૨ એટલે કે ૧૨ થી ૧૮ ટકા જેટલા ખેડૂતો જ ઓનલાઈન પાક-વિમાની અરજી કરી શક્યા છે. પરિણામે બાકીના ખેડૂતો માટેની યોજનાઓનો લાભ ખેડૂતોને ન મળે તે કેવી વહીવટી વ્યવસ્થા ? પાક-વિમાની ચુકવણી માટે અને ગણતરી માટે છેલ્લા ૫ વર્ષના ઉત્પાદનની સરેરાશ ૬૦ ટકા ઉત્પાદન વીમા પાત્ર ગણાય છે. ચાલુ વર્ષેના સરેરાશ ઉત્પાદનમાંથી વીમા પાત્ર ઉત્પાદન બાદ કરવાનું જે ઘટ આવે તેને ઘટનું વીમા પાત્ર ઉત્પાદન તે ૧૦૦થી ગુણવાથી તે  ચૂકવાની વિમાની ટકાવારી થાય છે. પાક વાર પ્રીમીયમના દર જેમ કે કપાસ માટે ૬ ટકા અને મગફળીમાં ૩.૫ ટકા છે, પણ ભાજપ સરકાર ખેડૂતોને પક૦વિમન લાભથી વંચિત રાખ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note