ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા : 16-09-2020

  • કોરોના ને કારણે ગુજરાતમાં મૃત્યુનો વિસ્ફોટ રોકવાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ સરકાર કોરોનાના મૃત્યુના સાચા આંકાડાઓ છુપાવી રહી છે.– અર્જુન મોઢવાડીયા
  • કોરોના દર્દીઓના સ્મશાનમાં અંતિમવિધિના મહાનગરપાલિકાના આંકાડાઓએ પોલ ખોલી. અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાને કારણે મૃત્યુના સરકારી આંકડા કરતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કારના આંકડા અનેકગણા વધારે.
  • અમદાવાદમાં જ્યારે કોરોનાનો પ્રભાવ નહોતો ત્યારે ફેબ્રુઆરીમાં સ્મશનાનમાં ૨૯૩૩ અંતિમવિધિ જ્યારે કોરોનાનો પ્રભાવ ટોચ ઉપર હતો ત્યારે ૬૧૪૭ અંતિમવિધિ. એક જ મહિનામાં ૩૨૧૪ મૃત્યુમાં વધારો થવાનું કારણ કોરોના જ હોઈ શકે.
  • અમદાવાદમાં જુલાઈ મહિનાના ૧૩ દિવસના કોરોના મૃત્યુના આંકડા સરકારી આંકડા પ્રમાણે કોરોનાને કારણે ૭૯ મૃત્યુ, પરંતુ સ્મશાનના આંકાડાઓ પ્રમાણે કુલ ૧૩૨ કોરોનાગ્રસ્ત ર્દદીઓના અંતિમ સંસ્કાર કરાયા. – અર્જુન મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

16-09-2020 – Arjunbhai Modhwadia