ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રે તમામ જરૂરિયાતો ઉપરથી જી.એસ.ટી. સંપૂર્ણ નાબૂદ કરે : 06-09-2017

  • ખેતી અને ખેડૂતોને બરબાદ કરનાર ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રે તમામ જરૂરિયાતો ઉપરથી જી.એસ.ટી. સંપૂર્ણ નાબૂદ કરે.
  • કૃષિ સાધનો પર જી.એસ.ટી. નાંખીને ખેડૂતોને બરબાદ કરવા ઈચ્છે છે, ભાજપ !
  • ભાજપની ખેડૂત વિરોધીનીતિમાં ટ્રેક્ટરમાં 12 થી 18 ટકા અને કારમાં 6 ટકા જી.એસ.ટી. કમનસીબ છેઃ ડૉ. હિમાંશુ પટેલ

ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતોની કાળજી લેવાની – જવાબદારી સરકારની છે. પરંતુ તેનાથી ઉલટુ ભાજપ સરકાર ખેડૂતોને બરબાદ કરવા ઈચ્છે છે. ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતોની આર્થિક બેહાલી માટે જવાબદાર ભાજપ સરકારે ખેતીનાં મુખ્ય સાધન ટ્રેક્ટર ઉપર 12 ટકા જી.એસ.ટી. લગાડી તેની કિંમતમાં બે લાખ જેટલો વધારો ઝીંકી દીધો છે. જ્યારે કેટલીક કારો ઉપર માત્ર 6 ટકા જી.એસ.ટી. રાખી ભાવમાં અઢી લાખ સુધીનો ઘટાડો કરી આપનાર ભાજપ સરકારે તેની ખેડૂત વિરોધીનીતિ સ્પષ્ટ કરવા સાથે સાબિત કરી આપ્યું છે કે, તે માનીતાં ઉદ્યોગપતિઓની જ સરકાર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note