ભાજપ સરકાર અતિવૃષ્ટિના ભોગ બનેલા અસરગ્રસ્તોને રાહત આપવાને બદલે અણઘડ વહીવટીતંત્રના ડામ : અર્જુન મોઢવાડિયા11-07-2015

અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી અને હાલાકી ભોગવી રહેલ અમરેલી જીલ્લાના નાગરીકો આજે છેલ્લા ઘણા દિવસથી વહીવટીતંત્ર સમક્ષ સહાય માટે રજૂઆત કરે છે. પણ વહીવટીતંત્ર નાગરિકોની ફરિયાદો ધ્યાન પર લઈ રહ્યા નથી. ત્યારે વહીવટીતંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષન ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીના ઉપવાસ આંદોલનમાં ઉપવાસી છાવણીની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ રાજ્ય સરકારની નિષ્ક્રિયતા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર અતિવૃષ્ટિના ભોગ બનેલા અસરગ્રસ્તોને રાહત આપવાને બદલે અણઘડ વહીવટીતંત્રના ડામ આપી રહ્યા છે. સર્વેની કોઈ કામગીરી અસરકારક થવી જોઈએ તેને બદલે સરકાર ફોટા પડાવવા માટે કામગીરી કરતુ હોય તેમ જણાય છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ ગંદકીના થર લાગી ગયા છે, અનેક મકાનો પડી ગયા છે, શુદ્ધ પીવાનું પાણી એ સૌથી મોટી જરૂર છે પણ રાજ્ય સરકાર એ માટે ગંભીર હોય તેમ જણાતું નથી. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રોગચાળાનો ભય છે. ત્યારે પાયાની આરોગ્ય સેવાની તાત્કાલિક જરૂરિયાત છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note