ભાજપ સરકારે ૨૨ વર્ષથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નહીં હોવાનો સ્વીકાર : 09-06-2018
- પંચાયત – પાલિકામાં તોડજોડનાં રાજકારણનાં બદલે આર્થિક રીતે બેહાલ ખેડૂતોના દેવાં તાત્કાલિક માફ કરોઃ કોંગ્રેસ
- વડોદરામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાનું સ્વીકારાયું તે જ બતાવે છે કે, ભાજપ સરકારે ૨૨ વર્ષથી ખેડૂતોને અન્યાય કર્યો છેઃ ડૉ. હિમાંશુ પટેલ
વડોદરા ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં જ ભાજપ સરકારે ગુજરાતનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નહીં હોવાનો સ્વીકાર કરી ખેત ઉત્પાદન વધે તેમજ પશુપાલનને પણ કૃષિ સમકક્ષ દરજ્જો આપવા કરાયેલું મનોમંથન જ બતાવે છે કે, કિસાનોનો ભોગ લઈ સત્તા મેળવનાર ભાજપે છેલ્લા ૨૨ વર્ષમાં ખેડૂતોને છેતરીને અન્યાય જ કર્યો છે. ખેડૂતોનાં નામે મગરનાં આંસુ સારી સત્તામાં ટકી રહેલી ભાજપ સરકારની કૃષિ અને ખેડૂત વિરોધી નીતિનાં કારણે આત્મહત્યા કરવા માટે મજબુર થઈ રહેલાં કિસાનોનું હિત જાળવવામાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ નિવડી હોવાથી તેને એક દિવસ પણ સત્તામાં રહેવાનો અધિકાર નહીં હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો