ભાજપ સરકારે “વનબંધુ”, “વનબાંધવ”, “વનવાસી” ના નામે આદિવાસી સમાજને “મામા” બનાવવાનું કામ : 08-06-2016
ગુજરાતની ભાજપ સરકારે “વનબંધુ કલ્યાણ યોજના”માં ૭૦,૦૦૦ કરોડની મસમોટી જાહેરાત કરી પણ હકીકતમાં આદિવાસી વિસ્તારમાં વસતા ૧૮,૩૭,૮૪૪ આદિવાસી પરિવારો માંથી માત્ર ૨,૮૪,૯૬૬ પરિવારોને જ શુધ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે એનો અર્થ એ છે કે ૮૫ ટકા આદિવાસી પરિવારો શુધ્ધ પીવાનું પાણી આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ છે, ત્યારે મોટી મોટી વાતો કરીને ૨૦ વર્ષથી શાસનકર્તા ભાજપ જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અંબાજી થી ઉમરગામ પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં કરોડો રૂપિયાની યોજના જાહેર કરનાર ભાજપ સરકારે “વનબંધુ”, “વનબાંધવ”, “વનવાસી” ના નામે આદિવાસી સમાજને “મામા” બનાવવાનું કામ કર્યું છે. આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણીના પ્રાપ્તિસ્થાન મુજબ કુટુંબોનું વર્ગીકરણ કરતાં કુલ ૧૮,૩૭,૮૪૪ આદિજાતિ કુટુંબો પૈકી શુધ્ધ કરેલ સ્ત્રોતમાંથી નળ દ્વારા પીવાના પાણી માત્ર ૨,૮૪,૯૬૬ ( ૧૫.૫૧ ટકા) કુટુંબોને આપવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો