ભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ડૉ. મનિષ દોશી : 27-07-2015

ભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર લોકતંત્રમાં બહુમતીના જોરે સરમુખત્યારશાહીનું વલણ અખત્યાર કરી રહી છે. આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ શાસકોને તેમના ભ્રષ્ટાચારી અને પ્રજા વિરોધી નિર્ણયોના કારણે પ્રજા જ્યારે જાકારો આપવાની છે ત્યારે ફરજીયાત મતદાનના ગીમીક્સ કરી રહી છે. ગુજરાતની ભાજપ સરકારને પ્રજાએ મત આપીને સત્તાની સોંપણી કરી હતી પણ છેલ્લા 15 વર્ષમાં ભાજપ શાસકો તેમની ફરજ ચુકી ગયા છે. ખરેખર તો ભાજપ શાસકોમાં નિતી અને નિયત હોય તો સંવિધાન પ્રમાણે તેમની પાયાની ફરજો જેમકે શુધ્ધ પીવાનું પાણી, આરોગ્ય સેવા, દરેકને શિક્ષણનો અધિકાર, ખેડૂતોને સિંચાઈનું પાણી, વિજળી, નાના વેપારીઓને રાહત, સુરક્ષા સહિતની બાબતો અગત્યની છે પણ આ ફરજો પ્રત્યે ભાજપ શાસકોએ સંપૂર્ણપણે બકાળજી દાખવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note