ભાજપ સરકારે ફી નિયમન વિધેયક દેખાવ પૂરતો લાવીને નિતિ-નિયત જાહેર કરી દીધી. : 30-03-2017

ભાજપ શાસનમાં મોંઘા શિક્ષણ, ડોનેશન, આડેધડ ફી સામે છેલ્લા દશ વર્ષ કરતાં વધુ સમયથી વિદ્યાર્થી-વાલીઓ વારંવાર આંદોલન કરતાં હતા, છતાં ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ હતી. જ્યારે હવે ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારને જેમ નશાબંધી વિધેયક, ગૌ વંશ હત્યા રોકવા વિધેયકની જેમજ ફી નિયમન વિધેયક લાવ્યા હોય તે સ્પષ્ટ થાય છે. ભાજપ સરકારે વિધાનસભાના અંતિમ દિવસે વિધેયક દેખાવ પૂરતો લાવીને નિતિ-નિયત જાહેર કરી દીધી. ત્યારે શિક્ષણમાં ઠેરઠેર વેપાર માટે ભાજપ સરકાર અને સંચાલકોની મિલીભગત જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ફી નિયમન વિધેયક પાછળ સરકારને આગામી ચૂંટણી દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા દશ વર્ષથી વિદ્યાર્થી-વાલીઓ પાસેથી કરોડો રૂપિયા લૂંટવામાં આવી રહ્યાં છે. જે રીતે વિધાનસભાના અંતિમ દિવસે વિધેયક પાછળ ભાજપ સરકારની ગંભીર જણાતી નથી. ભાજપ શાસનમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચાર એપી સેન્ટર બની ગયો છે. સામાન્ય અને મધ્યમના વર્ગના વિદ્યાર્થીઓ ઉંચી ફી અને ડોનેશનનો ભોગ બને છે ત્યારે સમગ્ર વિધેયકમાં વાલીઓ-વિદ્યાર્થીઓના પ્રતિનિધીઓને કોઈ સ્થાન અપાયું નથી. ફી નિયમન વિધેયકમાં જે કમીટીની જોગવાઈ છે તેમાં તમામ નિમણૂંકો રાજ્ય સરકાર કરશે. જે શિક્ષણના અધિકાર કાયદાની સંપૂર્ણ વિરૂધ્ધમાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note