ભાજપ સરકારે ટાટા મોટર્સને વાર્ષિક ૨.૫ લાખથી ૩.૫ લાખ નેનો કાર ઉત્પાદન કરવાની શરતે અબજો રૂપિયાના લાભ આપેલ : 27-10-2016

  • ગુજરાતની ભાજપ સરકારે ટાટા મોટર્સને વાર્ષિક ૨.૫ લાખથી ૩.૫ લાખ નેનો કાર ઉત્પાદન કરવાની શરતે અબજો રૂપિયાના લાભ આપેલ પરંતુ ટાટા નેનો દ્વારા બે વર્ષમાં માત્ર ૩૨,૫૬૧ કાર જ ઉત્પન્ન કરી વિધાનસભામાં સરકારના જવાબથી હકીકતો ખુલ્લી પડી.
  • ટાટા કંપનીના ચેરમેન સાયરસ મિસ્ત્રીના પત્ર પછી ટાટા મોટર્સ દ્વારા શરતોનો ભંગ કરવા બદલ આપેલ રૂા. ૬૦,૦૦૦ કરોડની રાહતો રાજ્ય સરકાર તાકીદે પરત લે.
  • ટાટા નેનો પ્રોજેક્ટને રૂા. ૬૦,૦૦૦ કરોડના લાભ માટે મદદ કરનાર તત્કાલિન મુખ્યમંત્રી અને સંલગ્ન ઉચ્ચ અધિકારીઓ સામે સરકારી તિજોરીને નુક્શાન બદલ ભ્રષ્ટાચાર-છેતરપીંડીની ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note