ભાજપ સરકારે કમિટીઓ કે મીટીંગો યોજવાના બદલે 15 – 20 ટકા આર્થિક અનામતની તાત્કાલીક જાહેરાત કરવી જોઈએ : 17-04-2016
- આંદોલન માટે વાણીવિલાસ કરનાર મુખ્યમંત્રીએ ગુજરાતની ગરીમાને કલંક લગાડ્યું છે – ડૉ. હિમાંશુ પટેલ
- ભાજપ સરકારે કમિટીઓ કે મીટીંગો યોજવાના બદલે 15 – 20 ટકા આર્થિક અનામતની તાત્કાલીક જાહેરાત કરવી જોઈએ
ગુજરાત રાજ્યમાં દરેક વર્ગ માટે આર્થિક અનામત જાહેર કરવાના બદલે ફરી એકવાર અત્યાચાર ગુજારી આવા આંદોલનો તો ચાલ્યા કરે તેવું કહેનાર મુખ્યમંત્રી અને ભાજપ સરકારને એક મિનિટ પણ રાજ કરવાનો અધિકાર નહીં હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારે રાજ્યની પ્રજાને પોતાનો અધિકાર આપવાના બદલે અમાનુષી અત્યાચાર ગુજારી ફરી એકવાર પોતાનો અસલી ચહેરો પ્રકાશિત કર્યો છે. મહેસાણા અને સુરતમાં અનામતની માંગણી માટે શાંતિપૂર્ણ રીતે જેલભરો આંદોલન કરી રહેલા પાટીદાર સમાજ ઉપર ફરી એકવાર અમાનુષી અત્યાચાર ગુજારી ભાજપે સમગ્ર રાજ્યની પ્રજાને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો