ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે સામાન્ય અને મધ્યવર્ગ હેરાન પરેશાન

પાટણ ખાતેના કોંગ્રેસ પક્ષના સંમેલનમાં 3500 થી વધુ પાટીદાર સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા.

31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પ્રચાર માટે પાટણ જિલ્લા ખાતે જાહેર સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે સામાન્ય અને મધ્યવર્ગ હેરાન પરેશાન થઈ રહ્યો છે. ગુજરાત દેશમાં એક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી મોંઘી વિજળી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને વિતરણ કરવામાં આવે છે. સરકારી વીજ મથકોમાં એકપણ યુનિટના ઉત્પાદનનો વધારો ભાજપ સરકારમાં થયો નથી જ્યારે બીજી બાજુ ભાજપ સરકારના આશીર્વાદથી ખાનગી વીજઉત્પાદકો ખેડૂતો અને નાગરિકો પાસે મનફાવે તે રીતે લૂંટનો પરવાનો ધરાવે છે. ગુજરાત દેશમાં એક માત્ર એવું રાજ્ય છે કે જેમાં ખેડૂતો પાસે ખાતર પર 4 ટકા વેટ વસૂલાય છે. ગુજરાતના ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ટેકાના ભાવ મળતા નથી અને બીજી બાજુ ભાજપ સરકારની નિતીના કારણે મોંઘી વીજળી, બિયારણ, ખાતર અને અન્યખર્ચને કારણે ખેડૂત દેવાદાર બની ગયો છે. ગુજરાતમાં હજારો ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને ઘણાં ખેડૂતોએ તો આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા જેવું પગલું ભરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note