ભાજપ સરકારની પોકળ મેક ઇન ઇન્ડિયા નીતિના કારણે જ્વેલર્સોની આર્થિક બેહાલી : 08-04-2016
- ભાજપ સરકારની પોકળ મેક ઇન ઇન્ડિયા નીતિના કારણે જ્વેલર્સોની આર્થિક બેહાલી
- જ્વેલરી ઉદ્યોગના આંદોલનથી મહિલાઓ અને જ્વેલર્સો માટે સામાજિક વ્યવહારો સાચવવા અચ્છે દિન ગાયબ
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માટે ઘરેણું ગણાતા જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની એક મહિના કરતા વધારે સમયથી ચાલતી હડતાલના કારણે ખાસ કરીને ગૃહિણીઓના સામાજિક વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે ત્યારે ભાજપ સરકારે આર્થિક બેહાલી તરફ ધકેલાયેલા હજારો સોની ભાઈ – બહેનોને એક્સાઇઝ ડ્યૂટી દુર કરી આત્મહત્યા તરફ ધકેલાતા અટકાવવા જોઈએ એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રની ભાજપ સરકારે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ પર એક્સાઈઝ ડ્યૂટી લાદવાનો કરેલો નિર્ણય નાના વેપારીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. ભાજપ સરકારે ઇનપુટ વગર એક ટકો અને ઇનપુટ ક્રેડીટ સાથે 12.5 ટકા એક્સિઝ ડ્યૂટીનો બોજો નાખ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો