ભાજપ સરકારની નોટબંધી યોજનામાં પ્રિમેચ્યોર ડીલીવરી, પ્રજા કુપોષણનો ભોગ : 16-11-2016

  • ભાજપ સરકારની નોટબંધી યોજનામાં પ્રિમેચ્યોર ડીલીવરી, પ્રજા કુપોષણનો ભોગ.
  • સામાન્ય પ્રજા અને ખેડૂતોને હાલાકીમાં મૂકી સરકાર જ રદ કરાયેલી રૂા. ૫૦૦-૧૦૦૦ની નોટ સ્વીકારે છે – ડૉ. હિમાંશુ પટેલ

વડાપ્રધાને ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે સસ્તી લોકપ્રિયતા મેળવવા રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટબંધી કરી તૈયારીમાં સદંતર કચાશ રાખતા કાળા ધનની આ યોજનામાં પ્રિમેચ્યોર ડીલીવરી થઈ છે. જેમાં એક અઠવાડીયાથી લાઈનમાં ઊભી રહેલી દેશની જનતાને કોઈ અનમેચ્યોર બાળકની જેમ કુપોષણનો ભોગ બનવાનો વારો આવ્યો હોવાનું જણાવતાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આ યોજનામાં હવે આંગળી ઉપર શાહી લગાવવાના નિર્ણયને મોદી સરકાર માટે કાળા કલંકરૂપ ગણાવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note