ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૬૭૨૦૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી જિલ્લા મથકે દમન પ્રતિકાર ધરણાં. : 25-07-2016
- પહેલા પાટીદાર સમાજ પર દમન અને હવે દલિત સમાજ પર દમન
- ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૬/૭/૨૦૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી જિલ્લા મથકે દમન પ્રતિકાર ધરણાં.
- ગુડ ગવર્નન્સ અને ગતિશીલ વહીવટી તંત્ર માત્ર કાગળ ઉપરના શબ્દો રહ્યાં અને નિર્દોષ નાગરિકો અત્યાચારનો વારંવાર ભોગ બની રહ્યાં છે ત્યારે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દમન પ્રતિકાર ધરણાં.
તાજેતરમાં ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલિતો ઉપર બનેલા અમાનુષી અત્યાચારનાને કારણે સમગ્ર રાજ્યમાં દલિત સમાજમાં અજંપો અને આક્રોશ વ્યાપી ગયો. દલિત સમાજના યુવાનો અને તેમના પરિવારોને રાજ્યમાં પૂરતી સલામતી મળે તે વિશ્વાસ આપવામાં ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ભાજપ સરકારે-પોલીસ તંત્ર-વહીવટી તંત્ર દલિતો પરના અત્યાચારના ગંભીર બનાવ છતાં સાત-સાત દિવસ સુધી પગલાં ભરવામાં ન ગંભીરતા દાખવી આથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારની માનસિક્તા દલિત વિરોધી છે. રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાયાની સુવિધા સહિતના મુદ્દે સરકાર સામે લાગણી અને માંગણી રજૂ કરનાર જુદા જુદા સમાજના યુવાનોના હક્ક અને અધિકારની વાત સાંભળવાને બદલે તેમના પર પોલીસ દમન કરીને તેમને કચડવાનો ભાજપ સરકાર વારંવાર પ્રયાસ કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો