ભાજપ સરકારની ગુનાહીત બેદરકારી મનરેગામાં માત્ર ૬ ટકાને ફક્ત ૧૭ દિવસ જ રોજગારી મળી : 27-10-2017
- ભાજપ સરકારની ગુનાહીત બેદરકારી
- મનરેગામાં માત્ર ૬ ટકાને ફક્ત ૧૭ દિવસ જ રોજગારી મળીઃ કોંગ્રેસ
- વાયબ્રન્ટ, યુવા સ્વાવલંબન અને મનરેગામાં અબજો રૂપિયાના આંધણ કરનાર સત્તાલાલચું ભાજપ વિપક્ષનેખરીદવામાં જ રચ્યોપચ્યો છેઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં વિકાસનાં નામે દેખાડાં કરી વાયબ્રન્ટ મહોત્સવો પાછળ અબજો રૂપિયાનું આંધણ કરનાર ભાજપ સરકારે સ્થાનિક લોકોને ક્યાંય રોજગારી આપી જ નથી. પરંતુ મનરેગા યોજનામાં પણ માત્ર ૬ ટકા કાર્ડધારકોને ફક્ત ૧૭ દિવસ જ રોજગારી આપી ગુનનાહિત બેદરકારી દાખવી હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ગરીબો અને યુવા બેરોજગારોની આંતરડી કકળાવનાર સત્તાલાલચું ભાજપ સરકાર રાજકીય, સહકારી અને સામાજિક સંસ્થાઓનાં આગેવાનોને રૂપિયા આપી ખરીદવામાં જ રચ્યોપચ્યો રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો