ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતી : 14-05-2016
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂતોને વિજળી ન આપવી, સિંચાઈનું પાણી ન આપવું, ખાતર-બિયારણ મોંઘા આપવા અને બીજીબાજુ ખેતપેદાશોના ટેકાના ભાવ ન આપવાની નિતીના કારણે ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે ત્યારે રાજ્યમાં કૃષિ મેળાઓ સંપૂર્ણ ખાલીખમ જોવા મળી રહ્યાં છે ખેડૂતો આવતા નથી અને અધિકારીઓ આંટા ફેરા કરે છે કૃષિમેળામાં ભીડ એકઠી કરવા માટે પાણી આપશું, રાહત આપશું તેવી નીતનવી સ્કીમો કરી રહ્યાં છે ત્યારે ભાજપ સરકારમાં થોડીક પણ શરમ હોય તો કૃષિ મેળાના નામે તાયફા-નાટકો બંધ કરી ખેડૂતોને સિંચાઈનું પાણી, ઓછામાં ઓછી ૧૨ કલાક વિજળી, ખાતર-બિયારણ વ્યાજબી ભાવે, ખેતપેદાશોના પૂરતા પ્રમાણમાં ભાવો, પાકવીમાની રકમ સહિતના હક્ક અને અધિકાર તાકીદે આપે, તેવી માંગ કરતાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સર્વશ્રી રાઘવજી પટેલ, હર્ષદ રીબડીયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો