ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતિ અને કાળા કાયદા સામે : 22-12-2020

ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતિ અને કાળા કાયદા સામે દેશની રાજધાની દિલ્લીમાં દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષ હમેશાથી ખેડૂતોની સાથે રહ્યો છે અને દેશભરના ખેડૂતો તેના સાક્ષી છે ત્યારે આ જગતના તાત ‘અન્નદાતા’ઓના આ આંદોલનને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે, જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડા કૃષિ આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મહેસાણા ખાતે હાજર રહ્યા હતા, જ્યાં તેમણે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ અને કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ફરજિયાત કરવાની ભલામણ કરવામાં આવી હતી. MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ખેડૂત વિરોધી કાળા કાયદા – ભાજપાનો ખેડૂત વિરોધી ચહેરાનો પર્દાફાશ થાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note