ભાજપ સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ નકલી ડીગ્રી…:13-10-2015
ભાજપ સરકારના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ નકલી ડીગ્રી માટે નામદાર વડી અદાલતમાં થયેલ જાહેર હિતની અરજી કોંગ્રેસ પ્રેરીત છે તેવા કરેલા આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ જાહેર હિતની અરજી કોંગ્રેસ પ્રેરીત છે કે નહીં તે બાબતે દલીલ કરવાને બદલે એમ.બી.એ.ની ડિગ્રી અસલી છે કે નકલી ? જે સંસ્થાની ડીગ્રી એફીડેવીટમાં બતાવી છે તે 1 વર્ષમાં ધોરણ – 12 પછી એમ.બી.એ. કરી શકાય ? જે સંસ્થાની એમ.બી.એ. ડીગ્રી દર્શાવી છે સંસ્થા કેટલી બનાવટી નકલી ડીગ્રી આપવામાં ઝડપાઈ છે કે કેમ ? આ સંસ્થા સામે નકલી ડીગ્રી અંગે કોઈ ફરિયાદ દાખલ થયેલ છે કે નહીં ? તે અંગે ભાજપ સરકાર ગુજરાતની 6 કરોડ નાગરિકોને જણાવે તો આવકારદાયક બનશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો