ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા.૧ લાખને બદલે રૂા.૪ લાખ નું વળતર આપવાની જાહેરાત : 20-09-2018
- ભાજપા સરકારે અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતોને રૂ.૧ લાખને બદલે રૂ.૨ લાખની જાહેરાત કરી, હકીકતમાં રૂ.૪ લાખની જાહેરાત કરનાર ભાજપ સરકારે ખેડૂતો સાથે કરી છેતરપીંડી-વિશ્વાસઘાત
- ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા.૧ લાખને બદલે રૂા.૪ લાખ નું વળતર આપવાની જાહેરાત તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કરી હતી.
- ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂતો આર્થિક દેવાદાર ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી, આ છે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ
વાયબ્રન્ટ ગુજરાતના નામે ઉદ્યોગોને લાલ ઝાઝમ બીછાવી અનેક રાહતો આપી સસ્તી જમીનો તથા કર માફી આપી તગડા બનાવાય છે. જ્યારે સંઘર્ષકર્તા ખેડૂતોને, જોખમ ઉપાડતા જગતના તાતને અકસ્માતે મૃત્યુ થાય તો રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રીએ (શ્રીમતિ આનંદીબેન પટેલ) નવેમ્બર – ૨૦૧૫ માં કરી હતી પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારની માનસિક્તાના કારણે ગુજરાતમાં ખેડૂતોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે અને બધી જાહેરાતોની જેમ આ જાહેરાત પણ કાગળ ઉપર જ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો