ભાજપ શાસકોએ સંકલ્પ પત્રને બદલે સત્ય પત્રક જાહેર કરવાની માંગ : ડૉ. મનિષ દોશી
ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના છેલ્લા 10 વર્ષના શાસનમાં અમદાવાદ શહેર ખાડાનગરી બની ગયું અને કોર્પોરેશનની તિજોરીમાં ગાબડું પડી ગયું ત્યારે ભાજપ શાસકોએ સંકલ્પ પત્રને બદલે સત્ય પત્રક જાહેર કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વિકાસ માટે કોંગ્રેસની યુપીએ સરકારે કરોડો રૂપિયા વિવિધ યોજનાઓ હેઠળ ફાળવણી કરી હતી પરંતુ ભાજપ શાસકોએ આ નાણાંનો શહેરી નાગરિકોની સુવિધા માટે ઉપયોગ કરવાને બદલે મોટા ભાગના નાણાં કન્સલટન્ટ, એજન્સીઓ, અને વાહ વાહ લુંટવા વેડફી નાંખ્યા. અમદાવાદ શહેરમાં 22 ટકા થી વધુ વિસ્તારોમાં શુદ્ધ પાણી મળતું નથી. સાંઘાઈ, સિંગાપોરની જેમ અગાઉ જાહેરાત કરી ચૂકેલા ભાજપ શાસકો હવે સ્માર્ટ સિટીની વાતો કરે છે જ્યારે હકીકતમાં અમદાવાદ શહેરના 65 લાખ નાગરિકોને પાયાની સુવિધા નળ, ગટર અને રસ્તાઓ આપવામાં ભાજપ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે. ભાજપે જાહેર કરેલ સંકલ્પ પત્ર ની મોટાભાગની વાતો કોંગ્રેસ પક્ષના વિઝન ડોકયુમેન્ટમાંથી ઉંઠાતરી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો