ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. – ડો. રઘુ શર્મા : 19-11-2022
- ‘ભારત જોડો યાત્રા’માં કોઇપણ વ્યક્તિ જોડાય તો અમે તેને રોકી શકીએ નહીં.
- ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. – ડો. રઘુ શર્મા
- આમ આદમી પાર્ટી એ અત્યાધિક અરાજીક પાર્ટી છે, અને તે દેશ માટે ખતરો છે. – આલોક શર્મા
રાહુલ ગાંધીની રાજકોટ મુલાકાતને લઇને ગુજરાતના પ્રભારી ડો. રધુ શર્માએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. મેધા પાટકરને લઇને તેમણે જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા’માં લાખો લોકો જોડાઇ રહ્યા છે. કોઇપણ વ્યક્તિ જોડાય તો અમે તેને રોકી શકીએ નહીં. ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. ગુજરાતની જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. ભાજપ બેરોજગારી-મોંઘવારી વિશે વાત નહીં કરે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો