ભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ : 03-05-2017

  • ભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ
  • એકબાજુ સૈનિકોના દેહના ટુકડા થયા છે બીજીબાજુ દેશના વડાપ્રધાન જુદા જુદા કાર્યક્રમોમાં વેશ પરીધાન બદલીને શહીદોના લોહીથી રંગાયેલું હોય તેવું લાલ પટ્ટો ગળામાં નાંખી બેશરમીથી ફરી રહ્યાં છે.

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓ અને ભાજપના સત્તાધીશોના વ્યાપભાચારી વાણી ના ઘેરા પ્રત્યાઘાત દેશમાં પડ્યા છે. કાશ્મિરમાં બે જવાનોની બર્બરતાપૂર્ણ રીતે પાકિસ્તાને રહેંસી નાંખ્યા છે અને આવી દુઃખદ ઘટના વચ્ચે પણ નરેન્દ્ર મોદી અને તેમની ભાજપ સરકાર મૌન સેવી રહી છે. આ અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના લોકો વાણીનો વ્યભિચાર  કરે છે અને ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણી પૂર્વે હલકાં અને બેજવાબદાર નિવેદનો કરીને મત લીધા હતા અને હવે દેશને છેતરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note