ભાજપ દ્વારા મહિલા સરપંચોનું અપમાન : 08-01-2017
મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર દેશના વડાપ્રધાન અને ભાજપ સરકારનો અસલી ચહેરો રાજ્યના મંત્રીશ્રી વી.વી.વઘાસીયાએ આજ રોજ ભાવનગરના પાલીતાણા ખાતે યોજાયેલ સરપંચ સન્માન સમારોહમાં ખુલ્લો પાડ્યો છે. સાથોસાથ ૮૦% સરપંચ ભાજપના ચૂંટાયા છે તેનો પણ દાવો ખુલ્લો પડ્યો છે. ત્યારે ચૂંટાયેલા મહિલા સરપંચનું અપમાન કરનાર રાજ્યના મંત્રી અને ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાવનગર જીલ્લામાં પાલીતાણા ખાતે રાજ્યના મંત્રીશ્રી વી.વી.વઘાસિયાની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા મહિલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પાલીતાણા વિસ્તારના ૧૮ વિજેતા સરપંચમાંથી માત્ર એક જ વિજેતા સરપંચ ઉપસ્થિત હતા. મહિલા સરપંચો ભાજપના કાર્યક્રમમાં ન આવતા તેમની જગ્યાએ તેમના પતિનું સન્માન કરીને ભાજપ સરકારના મંત્રીશ્રી વઘાસીયાએ મહિલા જન પ્રતિનિધિને અપમાનિત કર્યા સાથોસાથ ભાજપ સરકારની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી છે. તત્કાલીન વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીએ પંચાયતી રાજમાં સુધારો કરીને મહિલાઓ માટે ૩૩% અનામત બેઠકો દ્વારા મહિલાઓની ભાગીદારી રાજકીય રીતે દાખલ કરીને મહિલા સશક્તિકરણ માટે ઉત્તમ પગલું ભર્યું. પરિણામે લાખો મહિલાઓ આ દેશમાં રાજકીય રીતે પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેમનું યોગદાન આપી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો