ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા અર્જુનભાઈ મોઢવાડિયા : 25-09-2020

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્‍લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી સોપારી આપીને ખુનો કરાવનાર, અનેક વેપારીઓ, બિલ્‍ડરોની જમીનો પડાવી લેનાર અને જેમના નામ ઉપર ૪૦ થી વધારે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેવા જયેશ રાણપરીયા ઉર્ફે “જયલા”એ વિદેશની ધરતીમાંથી વિના રોકટોક પોતાના મળતીયાઓ દ્વારા ખુલ્‍લે આમ માફીયા નેટવર્ક ચલાવતો હોય છતાં આ નેટવર્ક તોડવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ ગઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note