ભાજપ આકાશમાંથી ધરતી પર આવે… આ ભવિષ્યના ગુજરાતની ચિંતા છે
• ગુજરાત સરકાર ફાંકા-ફોજદારી બંધ કરે… હવે, યુનિસેફ આંતર રાષ્ટ્રીય કહે છે કે, ગુજરાતમાં હજારો બાળકોને પુરતો ખોરાક નથી મળતો….
• ગુજરાતમાં હજારો બાળકો માયકાંગલા થાય છે જે આફ્રિકાના પછાત દેશોથી પણ વધુ છે ગુજરાતમાં 4 લાખ બાળ મજરો છે.
• ભાજપ આકાશમાંથી ધરતી પર આવે… આ ભવિષ્યના ગુજરાતની ચિંતા છે.
જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી રાઘવજી પટેલે એક ચોકાવનારું નિવેદન કરી, હાલની ભાજપ સરકારની વિકાસ અને વાઈબ્રન્ટ – ખોટી પ્રસિધ્ધિનો પર્દાફાશ કરતાં જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતની ભાજપ સરકારે – ગુજરાત રાજ્ય જાણે સ્વર્ગભૂમિ અને સુખી-સંપન્ન બની ગયું હોય તેવી પ્રસિધ્ધિ કરી રહ્યું છે પરંતુ હકીકતમાં ખોટું છે, હળાહળ ખોટું છે, ગુજરાત અને દેશ સાથે બનાવટ કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note