ભાજપ અમદાવાદને કયું સિટી બનાવવા માંગે છે ? : કોંગ્રેસ

અમદાવાદ મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરોભાજપ દ્વારા જાહેર કરાતા ભાજપના વચનોને ખોખલા હોવાનો આક્ષે્પ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે વાઇફાઇ સિટી, ગ્રીન સિટી, સોલર સિટી અને સ્માર્ટ સિટીના અમદાવાદના નાગરિકોને સપના દેખાડનાર ભાજપ હવે સ્માર્ટ સિટીના દાવા કરીને વધુ એક વખત શહેરના નાગરિકોને હથેળીમાં ચાંદ દેખાડી રહી છે પણ હવે ભાજપના ખોટા વચનોમાં ભરમાશે નહીં. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું હતું કે અમદાવાદને સાંઘાઇ, સિંગાપોર બનાવવાનું વચન આપનાર ભાજપના શાસકો હવે સ્માર્ટ સિટીના સપના દેખાડે છે. ભાજપ તેના શાસન દરમિયાન 65 લાખ નાગરિકોને નળ, ગટર અને રસ્તાઓ જેવી પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે ત્યારે સ્માર્ટ સિટી બનાવવાની બાબત વધુ એકવખત પ્રજાને મૂર્ખ બનાવવા જેવી છે.

 

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1221300-NOR.html