ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે : 05-03-2019
- ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે
- કોંગ્રેસપક્ષના ધારાસભ્ય સામે કિન્નાખોરી, આપખુદશાહી અને ગેરબંધારણીય પગલાં સામે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે
- ભાજપના લોકો માટે અલગ નિયમ અને કોંગ્રેસ ના લોકો માટે અલગ નિયમની નીતિના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને કિન્નખોરીનો ભોગ બનવું પડે છે
ભાજપ પક્ષ અને સરકાર વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને યેનકેન પ્રકારે હેરાન કરીને અને જરૂર જણાય ત્યાં કાયદાના ઓઠા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યનું સભ્યપદ રદ્દ કરે તે જ દેખાડે છે કે, ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડને જે રીતે અને જે ઝડપે સભ્યપદેથી દુર કર્યા તે કિન્નાખોરી, આપખુદશાહી અને ગેરબંધારણીય પગલાં સામે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો