ભાજપે 20 વર્ષમાં કેટલા કૌભાંડો કર્યા તેનો હિસાબ આપો. : 27-01-2017

કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું તેનો નહીં ભાજપે 20 વર્ષમાં કેટલા કૌભાંડો કર્યા તેનો હિસાબ આપો….

ભાજપના નેતાઓ કોંગ્રેસના શાસનની ટીકા કરવાની જગ્યાએ તેમની સરકારના કૌભાંડોની તપાસ કરે તો મોટા માથાઓના કરતૂતો બહાર આવશે:  નિશિત વ્યાસ

ગુજરાતમાં ભાજપની સરકારને 20 વર્ષ થયાં છે ત્યારે તેમણે આટલા વર્ષમાં કેટલા કૌભાંડો કર્યા છે અને કેટલી ગેરરિતીઓ કરી છે તેનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે. ગુજરાતની જનતા જાણે છે કે કોંગ્રેસે દેશમાં 60 વર્ષના શાસનમાં શું કર્યું છે અને ગુજરાતમાં કોંગ્રેસનાં 35 વર્ષમાં શું કર્યું છે. કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું  કે કોંગ્રેસએ વાવેલા બીજ અને એનાથી થયેલા વિકાસનાં વટવૃક્ષને નેસ્ત નાબુદ કરી રહ્યા છે. ભાજપના આજના નેતાઓ દેશના વિકાસનાં એજન્ડાને આગળ ધપાવવાને બદલે પોતાના અંગત વિકાસને આગળ ધપાવી રહ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note