ભાજપે વિકાસ કર્યો હોય તો ગુજરાતમાં ૨૭૧૮ ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી.- કોંગ્રેસ : 17-10-2017

ભાજપે વિકાસ કર્યો હોય તો ગુજરાતમાં ૨૭૧૮ ખેડૂતોએ આત્મહત્યા કેમ કરી ? કોંગ્રેસ

  • ખેડૂતોની સરેરાશ આવકમાં ૧૨માં ક્રમે રહેલાં ગુજરાતમાં ૪૨.૬ ટકા ખેડૂતોને ૧૬.૭૪ લાખનું દેવું છે છતાં ટેકાનાં ભાવ પણ મળતાં નથીઃ ડૉ. હિમાંશુ પટેલ

વિકાસ અને સુજલામ્ સુફલામની વાતો કરતા ભાજપ સરકારે ગુજરાતમાં છેલ્લાં બે દશકા દરમિયાન વિકાસ કર્યો હોત તો ભાજપનાં શાસનમાં ૨૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો ના હોત એમ જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ઉમેર્યું છે કે, ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં ૧૨મો ક્રમ ધરાવતાં ગુજરાતમાં ખેડૂતોની માત્ર રૂ. ૭૯૨૬ માસિક આવક સામે ૪૨.૬ ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂપિયા ૧૬.૭૪ લાખનું દેવું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો