ભાજપે વર્ષ ૨૦૧૨માં ૧૮૨ ઉમેદવારમાંથી ૪૫થી વધુ ઉમેદવારો કે જેમના પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતા, તેમને ટીકીટ આપી. : 17-10-2017
ભાજપે વર્ષ ૨૦૧૨માં ૧૮૨ ઉમેદવારમાંથી ૪૫થી વધુ ઉમેદવારો કે જેમના પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતા, તેમને ટીકીટ આપી હતી. જ્યારે બીજી બાજુ ભાજપ તેમના સંમેલનમાં સાફસુથરી પાર્ટી તરીકેની ગુલબાંગો હાંકે છે. ત્યારે ભાજપ અને શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને જવાબ આપે કે, વિધાનસભા ૨૦૦૭ અને ૨૦૧૨ની જેમ જ ૨૦૧૭માં ભાજપ ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલા ઉમેદવારોને ટીકીટ આપશે ? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ અને તેના વરિષ્ઠ નેતાઓ વારંવાર બીજા પક્ષ પર ખોટેખોટા આક્ષેપો કરીને પોતાની છબી સુધારવાના પ્રયત્નો કરે છે, પરંતુ વિધાનસભાની વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓમાં જેમના પર હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે તેવા વ્યક્તિઓને ભાજપે ટીકીટ આપીને તેમના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરા ખુલ્લા કરી દીધા છે. ભાજપના વર્ષ ૨૦૧૨માં ૧૧૫ ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ૩૨ ધારાસભ્યો ઉપર ગંભીર ગુનાઓ નોંધાયા છે. ૬ ધારાસભ્યો સામે અતિ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભાજપના અનેક પદાધિકારીઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો ગંભીર આર્થિક ગુનાઓ અને ગેરરીતિઓમાં ચમકી ચુક્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો