ભાજપે કિસાન સંઘ દ્વારા ખેડૂતોને ઉશ્કેરીને સત્તા હાંસલ કર્યા બાદ ખેડૂતોથી મોં ફેરવી નાંખ્યું. : 04-02-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તા. ૧૯-૩-૮૭ ના દિવસે ભાજપે કિસાન સંઘના માધ્યમથી ગુજરાત વિધાનસભા ઘેરાવો નો ગેરકાયદેસર કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ૧૯ નિર્દોષ ખેડૂતો ગોળી વિંધાયા હતા જે કાર્યક્રમ અશક્ય હતો, કાયદાના વિરૂધ્ધના કાર્યક્રમો આપી ખેડૂતોને ઉશ્કેરી સત્તા હાસંલ કરનાર ભાજપ સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી ખેડૂતનું એક પણ કામ કર્યું નથી. ભાજપે કિસાન સંઘના માધ્યમથી ખેડૂતોને ઉશ્કેરવા વાવાઝોડુ નામનો કાર્યક્રમ આપી આખા ગુજરાતની એસટી (બસો) વિભાગ ના ટાયરના વાલ કાપી નાંખ્યા જેથી પ્રજા ત્રાહિમામ થઈ અને જેમાં ભાજપને મજા પડી અને ખેડૂતો ભયભીત થયા હતા અને રાષ્ટ્રની સંપતિને નુક્શાન થયું હતું

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note