ભાજપે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જાઈએ – ભરતસિંહ સોલંકી : 11-07-2017
- મુખ્યમંત્રીએ રાજકીય લાચારી બાજુ પર મુકી વડાપ્રધાનને પત્ર લખીને ગુજરાતી યાત્રિકોના મોતનો બદલો લેવા માટે કેન્દ્ર ઉપર નિર્ણાયક દબાણ લાવવું જાઈએ
અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ર્જઘન્ય હુમલા સામે માત્ર ગુજરાતીઓમાં જ નહીં સમગ્ર દેશવાસીઓમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે મગરના આંસુ સારવાને બદલે પક્ષહિતને બાજુએ મુકી લોકહિતને પ્રાધાન્ય આપવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે માત્ર સત્તા સ્વાર્થના બદલે કેન્દ્ર સરકારે ત્રીજું નેત્ર ખોલી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જાઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો