ભાજપી જી.એસ.ટી.ના વિરોધમાં કેન્ડલ માર્ચ
દેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા જનાર આ ભાજપી જી.એસ.ટી.નો રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં તા.૩૦/૦૬/૨૦૧૭, શુક્રવારના રોજ જી.એસ.ટી. ની પ્રતિકૂળ જોગવાઈના વિરોધમાં રાજ્યના તમામ શહેર/જીલ્લાના મુખ્ય ચાર રસ્તા ઉપર મીણબતી જલાવીને તેમજ પ્લેકાર્ડ સાથે દેખાવો કરવામાં આવ્યો હતો