ભાજપનો યુવાધનને બરબાદ કર્યા પછી હુક્કાબારનો પ્રતિબંધ ચૂંટણીલક્ષી નાટક : 15-12-2016
- ભાજપનો યુવાધનને બરબાદ કર્યા પછી હુક્કાબારનો પ્રતિબંધ ચૂંટણીલક્ષી નાટક
- યુવાનોને દારૂથી લઈ કેફી દ્રવ્યોના રવાડે ચઢાવનાર હુક્કાબાર ભાજપ સરકારની મહેરબાનીથી જ મળતીયાં ચલાવતાં હતાં.
- પૂ. મહાત્મા ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ પીનારાની સજામાં વધારો નહીં કરનાર ભાજપ નશો કરવાનાં હળવા મૂડમાં – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં ભાજપ સરકારે યુવાધનને બરબાદ કરી નાંખ્યા બાદ હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાનો માત્ર ચૂંટણીલક્ષી ડ્રામા કર્યો હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે યૌવનને દારૂથી લઇને કેફી દ્રવ્યો (ડ્રગ્સ)ના રવાડે ચઢાવનાર હુક્કાબારો ભાજપના મળતીયાઓ દ્વારા જ ભાજપ સરકારની રહેમનજર હેઠળ ચાલતા હોવાનો આરોપ મૂક્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો