ભાજપને ખોબલે ખોબલે મત આપનાર શહેરીજનોને સુખ સુવિધાના નામે મીંડુ : 16-03-2016
- ભાજપને ખોબલે ખોબલે મત આપનાર શહેરીજનોને સુખ સુવિધાના નામે મીંડુ
- ગુણવત્તાયુક્ત જીવનધોરણ પુરું પાડતાં દેશનાં ૨૧ શહેરોમાં ગુજરાત મોડેલનું એકપણ શહેર નહી
- ગુજરાતમાં ગુણવત્તાયુક્ત જીવનધોરણના અભાવે શહેરીજનોની દયનીય સ્થિતિ
શહેરીજનોને ગુણવત્તાયુક્ત જીવનધોરણ પુરું પાડતાં ભારત દેશનાં શ્રેષ્ઠ ૨૧ શહેરોમાં ગુજરાતનાં એકપણ શહેરનો સમાવેશ નહીં થતાં વડાપ્રધાનનાં ગુજરાત મોડેલની પોકળતા ખુલ્લી પડી ગઈ છે. ભાજપ સરકારે માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ગુણવત્તાસભર જીવનધોરણ પુરું પાડવા આપેલી અધધ સુખ-સુવિધાઓની સામે આજે લાખો રૂપિયાનું માથાદીઠ દેવું ધરાવતાં ગુજરાતનાં શહેરીજનોની હાલત ભાજપને ખોબલે ખોબલે મત આપ્યાં પછી પણ ખૂબ જ દયનીય હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, તાજેતરમાં શહેરીજનોને ગુણવત્તાયુક્ત જીવનધોરણ પુરું પાડવામાં શહેરી વહીવટતંત્રની ક્ષમતાનાં મૂલ્યાંકન ઉપર એક રાષ્ટ્રીય સર્વેક્ષણ હાથ ધરાયો હતો. આ સર્વેક્ષણમાં વહીવટ તંત્રની ક્ષમતાઓનું મધ્યમ તથા લાંબા ગાળાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ પ્રમાણે દેશનાં શ્રેષ્ઠ ૨૧ શહેરોમાં ગુજરાત રાજ્યનું એકપણ શહેર સ્થાન પામ્યું નથી. આમ, દેશનાં સૌથી વધારે સ્વચ્છ તેમજ સ્માર્ટ સિટીમાં ગુજરાતનાં માત્ર બે – બે શહેરો સ્થાન પામ્યા બાદ એકપણ શહેરનો ગુણવત્તાયુક્ત જીવનધોરણ પુરું પાડવામાં સમાવેશ નહીં થતાં ગુજરાત મોડેલની પોકળતા ખુલ્લી પડી ગઇ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો