ભાજપની માનસિક્તા પછાતવર્ગ વિરોધી છે : ભરતસિંહ સોલંકી.. 24-11-2015

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચિલોડા ખાતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં દલિત,આદિવાસી પર ના અત્યાચારમાં અનેકઘણો વધારો થયો છે. ભાજપની માનસિક્તા પછાતવર્ગ વિરોધી છે. સમાજના કચડાયેલા વર્ગને બંધારણે આપેલી અનામતના લાભો ભાજપ સરકાર આપી રહી નથી અને તેમાં અનેક પ્રકારની ગેરરીતીઓ કરે છે. શિક્ષણ, રોજગાર જેવા હક્કો પર તરાપ મારવામાં આવી રહી છે. દેશમાં કેન્દ્રની કોંગ્રેસ-યુપીએ સરકારે દરેકના મોંમાં અન્નનો કોળિયો મળે તે માટે અન્ન સુરક્ષા કાયદો લાવ્યા, સૌને શિક્ષણ મળે તે માટે મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે ફરજીયાત શિક્ષણનો કાયદો બનાવ્યો, કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોના હક્ક અને અધિકાર છીનવી રહી છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં સામાન્ય નાગરિકોને સત્તાના સીધા ભાગીદાર બનાવ્યા. ગુજરાતની સરકારી તિજોરીમાં વર્ષે 130000 કરોડની આવક થાય છે અને બીજી બાજુ જુદા જુદા ઉત્સવો-જાહેરાતોમાં કરોડો રૂપિયા ભાજપ સરકાર વેડફી નાંખે છે પરિણામે, ગુજરાતના નાગરિકોને તેના મળવાપાત્ર લાભોથી વંચિત રહે છે. ખેડૂતોને 16 કલાક વીજળીની વાતો કરનાર ભાજપ શાસકો 8 કલાક પણ વીજળી આપી શકતા નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note