‘ભાજપની જૂથબંધી – સરકારની અણધડ નીતિના લીધે જ રાજ્યમાં હિંસા થઇ’

અનામત અંગે ભાજપ સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, અનામત અંગે ભાજપ સરકારે તેનું સ્ટેન્ડ ક્લિયર કરી દેવું જોઇએ. કેમ કે હરિયાણા અને રાજસ્થાનની પેટર્ન મુજબ ગુજરાતમાં એમની જ સરકારોએ આાપ્યું છે તો દિલ્હીમાં એમની સરકાર છે જ લોકસભામાં મંજૂર કરાવે. એમાંય એમણે સ્ટેન્ડ ક્લિયર કરી દેવું જોઇએ. પણ આ ભાજપ સરકારની દાનત જ ચોર છે.

સરકાર જવી જોઇએ એવી મન:સ્થિતિ પાટીદારોમાં પેદા થઈ છે: શંકરસિંહ

મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં રવિવારે પાટીદારો દ્વારા યોજાયેલા જેલ ભરો આંદોલન દરમિયાન પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થતાં પથ્થરમારો થયો હતો તેના લીધે પોલીસને ટિયરગેસ સેલ છોડી ગોળીબાર કરી પરિસ્થિતિ પર નિયંત્રણ લેવું પડ્યું હતું. આ પથ્થમારામાં દસથી વધુ લોકો ઘવાયા હતા. આ સંદર્ભમાં આજે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તિખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આખા રાજ્યને વારેવારે હિંસામાં ધકેલી દેવા પાછળ ભાજપ સરકાર જવાબદાર છે. ભાજપની આંતરિક જૂથબંધી અને સરકારની અણઘડ નીતિને કારણે મહેસાણાનું પાટીદાર આંદોલન હિંસામાં હોમાયું છે. જ્યારે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, ભાજપ સરકારના ઇશારે જ પાટીદારો પર બીજી વખત દમન ગુજારવામાં આવ્યું છે.

http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/-/articleshow/51870070.cms