ભાજપની ગરીબ વિરોધી સરકારે પોતાનું પ્રોત પ્રકાશ્યું : 19-12-2017
- ચૂંટણીના પડઘમ હજુ શક્યા પણ નથી અને ભાજપની ગરીબ વિરોધી સરકારે પોતાનું પ્રોત પ્રકાશ્યું છે.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગરીબોને કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે નોટિસ આપ્યા વિના સીધું જ ખાલી કરાવવાની ધમકીઓ આપી
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી દિપક બાબરીયાએ જણાવ્યું છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની “ઘરના ઘર” યોજનાની લોકચાહના ડઘાઈ ગયેલી ભાજપ સરકારે રાતોરાત ૫૦ લાખ પરિવારોને આવાસ બનાવી આપવાની જાહેરાત કરી હતી જેનો સીધો મતલબ થાય કે છેલ્લા ૨ દશકાથી શાસન કરતી ભાજપ સરકારે ગુજરાતમાં ૬ કરોડની કુલ વસ્તીએ ૫૦ લાખ પરિવારો ઘર વિહોણા છે. જે ગત ચૂંટણીમાં સ્વીકાર્યું હતું અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષની ઘરના ઘરની યોજના સામે 50 લાખ મકાનો આપવાની જાહેરાત કરી હતી. ભાજપ દ્વારા મોટી ગુલબાંગો પોકારી રાજ્યના દરેક શહેરી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી નાબુદ કરી માળખાગત સુવિધાઓ સાથે આવાસો પૂરા પાડવા જોઈએ તેના બદલે ચૂંટણીના પડઘમ હજુ શક્યા પણ નથી અને ભાજપની ગરીબ વિરોધી સરકારે પોતાનું પ્રોત પ્રકાશ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો