ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા : 08-12-2020
ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવવાનું, અંગ્રેજોના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના લોકોનું શોષણ કરતી હતી તે રીતે જ નવા સમયમાં ઉદ્યોગપતિઓ દ્વારા આખા દેશના ખેડૂતોનું શોષણ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતને ખતમ કરી ઉદ્યોગપતિઓને માલામાલ કરવા વાળા કાયદાનો ખુબ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ કાયદાથી આવનારા સમયમાં આપણા તાલુકાઓમાં ચાલતી એ.પી.એમ.સી. માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો