ભાજપની કારોબારીમાં એમના નેતાઓ જે રીતે બફાટ કરતાં હતાં : 22-04-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની કારોબારીમાં એમના નેતાઓ જે રીતે બફાટ કરતાં હતાં તેના પરથી સ્પષ્ટ થયું છે કે ગુજરાતની આગામી ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. ખરેખર તો ભાજપના મુખ્યમંત્રી સહિત સૌએ ગુજરાતના વિકાસની નક્કર વાતો કરી હોત, ખેડૂતોના દેવા નાબૂદીની વાતો કરી હોત, ટેકાની ભાવની વાત કરી હોત, વિદ્યાર્થીઓના ફી ઘટાડાની વાત કરી હોત, બેરોજગારોને રોજગારી આપવાની વાત કરી હોત તો સારું હતું. પણ તેમ તેઓ કરી શક્યા નથી તે નબળી માનસિકતા છતી કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો