ભાજપની આંતરિક ખેંચતાણમાં યુવાનોનો ભોગ લેવાયોઃ સોલંકી

ભાજપ સરકારની આંતરિક ખેંચતાણમાં ગુજરાતના યુવાનો ભોગ બની રહ્યા છે. સમાજના યુવાનોને પોતાની વાત કરવા માટે સભા- સંમેલન કે આંદોલન ચલાવવા પોલીસ મંજૂરી ન આપે. સરકાર ઈચ્છે ત્યારે ૧૪૪નું જાહેરનામુ બહાર પાડે અને જ્યારે આંદોલન કરે ત્યારે પોલીસ લાઠીચાર્જ કરાવે છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો છે. નવ મહિનાથી આંદોલન કરી રહેલા પાટીદાર સમાજના યુવાનો ઉપર પહેલા તો પોલીસ દમન ગુજરાવામાં આવે છે. સરકાર સામે સાચી વાત કે માંગણી રજૂ કરનારને લાઠી મળે છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3251303