ભાજપના શાસનમાં હોર્ડિગ – બેનરો સલામત, : 24-07-2017

  • ભાજપના શાસનમાં હોર્ડિગ – બેનરો સલામત,
  • રોડ-રસ્તા અસલામત
  • શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘપ્રકોપથી ભીંજાયેલી ભાજપ સરકાર જાગીને અસરગ્રસ્તોને યુદ્ધના ધોરણે મદદ કરેઃ ડૉ. હિમાંશુ પટેલ

શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંમાં આવેલી અવકાશી આફતમાં ભીંજાઈને નિંદ્રાધીન થઈ ગયેલી ભાજપ સરકાર ક્યાંય દેખાતી નહીં હોવા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડા. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, કાગળ ઉપરના પ્રિમોન્સુન પ્લાનની નિષ્ફળતા સાથે મોટાં મોટાં ખાડાઓ અને ભૂવાઓ પડવા ઉપરાંત રોડ અને પુલ તુટી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. આથી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે મેયરથી લઈ માર્ગ અને મકાન મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જાઈએ. કારણ કે ભાજપની સરકાર બેનરો, પોસ્ટરોમાં જ રચી-પચી રહે છે. જા એટલું જ ધ્યાન રસ્તા – પ્રિમોન્સુન પ્લાનમાં રાખ્યું હોત તો આજે ગુજરાતની જનતાને મુશ્કેલીઓ ન પડી હોત અને કરોડો રૂપિયાનું નુકસાન ન થયું હોત. બીજુ કે અમદાવાદ રીંગ રોડ પરનો બોપલ ઓવરબ્રિજ બંધ કરવો પડ્યો, રીવરફ્રન્ટના આધુનિક રોડનું ધોવાણ. આમ ઠેર ઠેર ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતમાં વરસાદના આગમનથી ખુલ્લો પડી ગયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note