ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે મુંબઈ કોર્ટનું ફરી વખત નોન બેઈલેબલ વોરંટ : 11-04-2017

  • ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે મુંબઈ કોર્ટનું ફરી વખત નોન બેઈલેબલ વોરંટ.
  • ભાવનગર ડી.એસ.પી. એ અગાઉ વોરંટ ની બજવણી ન કરેલ હોવાથી કોર્ટે વોરંટ બજવણી માટે ડી.જી.પી. ને આદેશ કર્યો.
  • મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બાંદ્રા મુંબઈની ૫૮ મી કોર્ટે ગઈ કાલે તા. ૧૦/૦૪/૨૦૧૭ના જીતુભાઈ વાધાણી સામે નોનબેલેબલ વોરંટ ઇસ્યુ કર્યુ.
  • લાખો રૂપિયાના ચેક પરત ફરતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની મુંબઈ કોર્ટ ધ્વારા નોન બેલેબલ વોરંટ.
  • મુંબઈની પોલીસ થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખને ભાવનગર પકડવા આવી પરંતુ ઘરે હાજર ન મળતા પોલીસે પંચનામું કર્યુ હતુ.
  • ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રવક્તા દલીલ કરતા હતા કે અમે ચેકના રૂપિયા ભરી દીધા છે તો પછી શા માટે કોર્ટને ન સમજાવી શક્યા? શા માટે કોર્ટે ડી.જી.પી. ને વોરંટ બજાવવા હુકમ કરવો પડયો?
  • ભાવનગરની અદાલતે સ્પે. દીવાની કેસ.નં. ૧૭૭/૨૦૧૧માં સ્પષ્ટ હુકમ કરેલ છે કે જીતુભાઈ વાધાણીની કંપની એ ૩ કરોડ ૭૫ લાખની બેંક ગેરંટી વગર જમીન વેચી શકશે નહીં.
  • અદાલતના નોન બેલેબલ વોરંટ આજે તા. ૧૧/૦૪/૨૦૧૭ ના રોજ ડી.જી.પી. ગુજરાતના કાર્યાલયમાં કોર્ટના આદેશ મુજબ પહોચાડવામાં આવ્યા.
  • જીતુભાઈ વાઘાણીનું વોરંટ ભાવનગર તેમના ઘર, ઓફીસ ઉપરાંત ભાજપના કાર્યલય કમલમ ખાતે પણ બજાવી શકાય તેવા ૩ સરનામા કોર્ટે નોંધેલા છે .

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Documents