ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોશ્રીઓના નિવાસ સ્થાન સામે ધરણાં-દેખાવો-ઘેરાવોનો કાર્યક્રમ : 27-11-2016
- કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભાજપના ૧૦૦ થી વધુ ધારાસભ્યોના નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો-ઘેરાવ
- સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોની અટકાયત
રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો સતત ૧૮ માં દિવસે પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા તાત્કાલિક અવ્યવસ્થા દૂર કરે, બેન્કો વધારાના કેશ કાઉન્ટરો ખોલે, તેવી માંગ સાથે જે તે વિધાનસભા-લોકસભા ક્ષેત્રમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો-સંસદ સભ્યોના નિવાસ સ્થાને પહોંચીને કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાને પડતી તકલીફો, ભાજપની જનવિરોધી નિતી ખાસ કરીને ખેડૂતો, શ્રમિકો, ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગને પડી રહેલી હાલાકી છતાં કૂંભકર્ણની નિદ્રાધીન ચૂંટાયેલા સરકારના પ્રતિનિધીઓ સમક્ષ આક્રોશ વ્યક્ત કરીને ઘેરાવ કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો