ભાજપના કિન્નાખોરીભર્યા પગલાને વખોડી કાઢવા માટે રાજ્યવ્યાપી ધરણા

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવા અને સત્ય હકીકતો ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના શહેર/જીલ્લા મથકો પર ધરણા/પ્રદર્શનનો કાર્યક્રમ તા.૧૯/૧૨/૨૦૧૫ ના રોજ યોજાશે.

ભ્રષ્ટાચારી ભાજપના કિન્નાખોરીના પગલાથી લોકતંત્રને ભારે નુકસાન થયું છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપના કિન્નાખોરીભર્યા પગલાને વખોડી કાઢવા માટે રાજ્યવ્યાપી ધરણાની વિગતો આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવકતાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં અગ્રીમ ભૂમિકા ભજવનાર અને આઝાદી બાદ દેશને વિકાસના માર્ગે લઈ જનાર કોંગ્રેસ પક્ષ લોકસભા અને લોકસભાની બહાર સાચા મુદ્દા જે ઉજગર કરે છે તે ન કરે તે માટે નેશનલ હેરાલ્ડના તથ્યોને અવગણીને ભાજપ હથકંડા અપનાવી રહ્યું છે. ભાજપના અનૈતિક અને કિન્નાખોરી પગલાં સામે કોંગ્રેસ પક્ષના દરેક સૈનિકો લડત આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note